BTC Election Results 2020: બોડો આદિવાસીઓના ગઢમાં ભાજપની લાંબી છલાંગ, BJP કિંગમેકર
Trending Photos
ગુવાહાટી: દેશમાં ભાજપનું વિજય અભિયાન સતત ચાલુ છે. આસામના બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલની (BTC) ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત મેળવી છે. ભાજપે BTCની 40માંથી 9 બેઠકો મેળવી છે. જ્યારે બોડોલે્ડ પીપલ્સ ફ્રન્ટ (BPF)એ 17 બેઠકો મેળવી અને સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી.
BTC ચૂંટણીમાં BPFએ 17 બેઠકો મેળવી
ચૂંટણી પંચ તરફથી બહાર પાડવામાં આવેલા પરિણામો મુજબ 40 સભ્યોના Bodoland Territorial Council (BTC) માં BPFને 17, યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (UPPL)ને 12 અને ભાજપને 9 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસ અને અપક્ષના ફાળે 1-1 બેઠક ગઈ છે.
BTC ચેરમેન માટે 21 સભ્યો જરૂરી
BTCના આ ચૂંટણી પરિણામોને આગામી વર્ષે થનારી આસામની વિધાનસભા ચૂંટણીની સેમિફાઈનલ ગણવામાં આવી રહી હતી. આ ચૂંટણીના પરિણામોથી પહેલીવાર ગઠબંધન રાજ આવવાનું નક્કી થઈ ગયું છે. BTC ચેરમેન પદ જીતવા માટે 21 સભ્યોનો જાદુઈ આંકડો મેળવવો જરૂરી રહે છે. આવામાં ભાજપ કિંગમેકરની ભૂમિકામાં છે.
અમિત શાહે આસામની જનતાને પાઠવી શુભેચ્છા
BTC ચૂંટણીમાં શાનદાર જીત મેળવવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાર્ટી કાર્યકરોને શુભેચ્છા પાઠવી છે. શાહે કહ્યું કે ચૂંટણીમાં જીત મેળવવા બદલ હું મારા UPPLના સહયોગીઓ, સીએમ સર્બાનંદ સોનોવાલ, મંત્રી હિમંતા બિસ્વા સરમા અને આસામની તમામ જનતાને શુભેચ્છા પાઠવું છું.
જેના તરફ ભાજપ ઝૂકશે તે બનશે ચેરમેન
ભાજપ જો BPF સાથે જશ તો તેના સભ્યો 26 થઈ જશે અને ચેરમેન તેનો બનશે. જ્યારે UPPL સાથે જશે તો 21 સભ્યો થઈ જશે અને ચેરમેન તેનો બનશે. કહેવાય છે કે ભાજપ દૂરની રણનીતિને ધ્યાનમાં રાખીને આ વખતે કોઈ નિર્ણય લેશે.
આસામ સરકારમાં ભાજપ, BPF સહયોગી છે
અત્રે જણાવવાનું કે આસામની ભાજપ સરકારમાં BPF પણ ખાસ સહયોગી છે. પરંતુ BTC ચૂંટણીમાં બંને પાર્ટીઓ અલગ અલગ ચૂંટણી લડી હતી. વર્ષ 2015માં BTC ચૂંટણીમાં ભાજપને ફક્ત એક જ બેઠક મળી હતી. પરંતુ આ વખતે પોતાના વોટશેરમાં વધારો કરીને બેઠકોની સંખ્યા 9 સુધી પહોંચાડવામાં ભાજપ સફળ રહ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે